Friday, 6 April 2012

દોહા : શ્રીગુરુ ચરન સરોજ રજ, નિજ મનુ મુકુરુ સુધારિ. બરનઊઁ રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરૌં પવન-કુમાર. બલ બુદ્ધિ બિદ્યા દેહુ મોહિં, હરહુ કલેસ બિકાર ચૌપાઈ : જય હનુમાન જ્ઞાન ગુન સાગર. જય કપીસ તિહુઁ લોક ઉજાગર રામદૂત અતુલિત બલ ધામા. અંજનિ-પુત્ર પવનસુત નામા મહાબીર બિક્રમ બજરંગી. કુમતિ નિવાર સુમતિ કે સંગી કંચન બરન બિરાજ સુબેસા. કાનન કુંડલ કુંચિત કેસા હાથ બજ્ર ઔ ધ્વજા બિરાજૈ. કાઁધે મૂઁજ જનેઊ સાજૈ. સંકર સુવન કેસરીનંદન. તેજ પ્રતાપ મહા જગ બન્દન વિદ્યાવાન ગુની અતિ ચાતુર. રામ કાજ કરિબે કો આતુર પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા. રામ લખન સીતા મન બસિયા સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા. બિકટ રૂપ ધરિ લંક જરાવા ભીમ રૂપ ધરિ અસુર સઁહારે. રામચંદ્ર કે કાજ સઁવારે લાય સજીવન લખન જિયાયે. શ્રીરઘુબીર હરષિ ઉર લાયે રઘુપતિ કીન્હી બહુત બડાઈ. તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ સહસ બદન તુમ્હરો જસ ગાવૈં. અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈં સનકાદિક બ્રહ્માદિ મુનીસા. નારદ સારદ સહિત અહીસા જમ કુબેર દિગપાલ જહાઁ તે. કબિ કોબિદ કહિ સકે કહાઁ તે તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા. રામ મિલાય રાજ પદ દીન્હા તુમ્હરો મંત્ર બિભીષન માના. લંકેસ્વર ભએ સબ જગ જાના જુગ સહસ્ર જોજન પર ભાનૂ. લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહીં. જલધિ લાઁઘિ ગયે અચરજ નાહીં દુર્ગમ કાજ જગત કે જેતે. સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે રામ દુઆરે તુમ રખવારે. હોત ન આજ્ઞા બિનુ પૈસારે સબ સુખ લહૈ તુમ્હારી સરના. તુમ રક્ષક કાહૂ કો ડર ના આપન તેજ સમ્હારો આપૈ. તીનોં લોક હાઁક તેં કાઁપૈ ભૂત પિસાચ નિકટ નહિં આવૈ. મહાબીર જબ નામ સુનાવૈ નાસૈ રોગ હરૈ સબ પીરા. જપત નિરંતર હનુમત બીરા સંકટ તેં હનુમાન છુડાવૈ. મન ક્રમ બચન ધ્યાન જો લાવૈ સબ પર રામ તપસ્વી રાજા. તિન કે કાજ સકલ તુમ સાજા. ઔર મનોરથ જો કોઈ લાવૈ. સોઇ અમિત જીવન ફલ પાવૈ ચારોં જુગ પરતાપ તુમ્હારા. હૈ પરસિદ્ધ જગત ઉજિયારા સાધુ સંત કે તુમ રખવારે. અસુર નિકંદન રામ દુલારે અષ્ટ સિદ્ધિ નૌ નિધિ કે દાતા. અસ બર દીન જાનકી માતા રામ રસાયન તુમ્હરે પાસા. સદા રહો રઘુપતિ કે દાસા તુમ્હરે ભજન રામ કો પાવૈ. જનમ-જનમ કે દુખ બિસરાવૈ અન્તકાલ રઘુબર પુર જાઈ. જહાઁ જન્મ હરિ-ભક્ત કહાઈ ઔર દેવતા ચિત્ત ન ધરઈ. હનુમત સેઇ સર્બ સુખ કરઈ સંકટ કટૈ મિટૈ સબ પીરા. જો સુમિરૈ હનુમત બલબીરા જૈ જૈ જૈ હનુમાન ગોસાઈં. કૃપા કરહુ ગુરુદેવ કી નાઈં જો સત બાર પાઠ કર કોઈ. છૂટહિ બંદિ મહા સુખ હોઈ જો યહ પઢૈ હનુમાન ચાલીસા. હોય સિદ્ધિ સાખી ગૌરીસા તુલસીદાસ સદા હરિ ચેરા. કીજૈ નાથ હૃદય મઁહ ડેરા દોહા : પવનતનય સંકટ હરન, મંગલ મૂરતિ રૂપ. રામ લખન સીતા સહિત, હૃદય બસહુ સુર ભૂપ

Saturday, 31 March 2012

ભારતીય લોક સંસ્‍કૃતિમાં રામ અને કૃષ્‍ણ સર્વમાન્‍ય દેવતા છે. આ બંને ઈશ્‍વરીયા મહાપુરુષો એ ભારતીય સંસ્‍કૃતિમાં જે અમીટ છાપ છોડી છે તેયુગો-યુગો સુધી અમર રહેશે. આ ભારતીય સંસ્‍કૃતિમાં એટલી હદે એકરુપ થઈ ગયા છે, કે આજે પણ ભારતના કોઈપણ શહેર કે ગામડામાં બે વ્‍યકિત મળે ત્‍યારે રામ રામ કે જયશ્રી કૃષ્‍ણ નો પ્રતિસાદ અવશ્‍ય કરે છે. એકબાજુ ગોપીઓનો તરખટ કનૈયો અને બીજી બાજુ ધીરગંભીર શ્રી રામ, ભારતવાસીઓના જીવનના દરેક પાસાઓને અનેક રંગે રંગે છે, અને જીવનની પરિપૂર્ણતાનો અહેસાસ કરાવે છે. દરેક ભારતવાસીને જયારે પણ નકારાત્‍મકતાનો અહેસાસ થાય ત્‍યારે તેના મોમાંની શ્રી રામનું નામ અવશ્‍ય બોલાય છે. ગાંધીજીએ પોતાના જીવનના દરેક પાંસાઓમાં સત્‍યનિષ્‍ઠા ઝળકી ઉઠે છે. પછી તે પિતા પ્રત્‍યેની માતા પ્રત્‍યેની કેહોય કે ગુરુ કે પછી સમાજ પ્રત્‍યેની દરેક ભારતવાસી તેમનું ઉદાહરણ ટાંકે છે. આજે પણ રામરાજય વ્‍યવસ્‍થાને શ્રેષ્‍ઠ રાજયવ્‍યવસ્‍થા તરીકે ગણવામાં આવી છે. જયારે સમાજમાં સત્‍યઉપર અસત્‍યનો, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતાનો અને સદાચાર ઉપર દુરાચારનો અને ઋષિ સંસ્‍કૃતિ ઉપર દૈત્‍ય શકિતઓ હાવી થવા લાગી ત્‍યારે શ્રી રામે તેમને પરાસ્‍ત કરવા માટે જન્‍મ લીધો તે સમય હતો બપોરનાં બાર વાગ્‍યાનો તીથિ હતી ચૈત્ર સુદ નવમી. શ્રી રામના આ જન્‍મ દિવસને ઉત્તરની દક્ષિ‍ણ અને પૂર્વથી પચ્શ્મિ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધામધુમથી ઉજવે છે. આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહિ પણ એક એવા પુત્રની શરુઆત થયાની આપણને યાદ અપાવે છે. જેમાં એક વ્‍યકિતએ પિતા, માતા, ગુરુ, પત્નિ, નાનાભાઇ ભાડું પ્રત્‍યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્‍યેની ફરજો નિષ્‍ઠાપૂર્વક ફરજો બજાવવા સાથે પણ એક મર્યાદા પુરુષોત્‍તમ સાથે એક પૂર્ણ પુરુષનુંઅજરમાન જીવન વ્‍યતિત કર્યુ. શ્રી રામે તેમના જીવનમાં લગભગ બધુ જ ત્‍યાંગીને છતાં પૂર્ણ પુરુષોત્‍તમ બન્યા. ઋષિ વાલ્‍મીકીએ રામાયણની રચના કરી શ્રી રામના આર્દશ જીવનના દરેક પાસાઓને આપણી સમક્ષ રજુ કર્યા. રામના આર્દશો એટલા ઉંચા હતા કે તેમનેસુખ દુઃખ વચ્‍ચે બહુ તફાવત જણાતો નહિ. રામરાજા દશરથના મોટાપુત્ર હોય રાજયાસન પર બેસવાનો તેમને હકક હતો. આ માટેની તમામ તૈયારીઓ થઇ ચુકી હતી. પરંતુ છેલ્‍લી ઘડીએ તેમને રાજયાસનનેં બદલે ૧૪ વર્ષ સુધી વનમાં ભટકવાનો પ્રસંગ ઉભો થયો છતાં પણ તેઓએએકક્ષણનો પણ વિલંબ ન કર્યો, તેમણે હસતા મુખે બધુ જ છોડી દીધુ. કારણકે તેમને વ્‍યકિતગત સુખ કરતા પિતાના વચનો અને તેમના પ્રત્‍યેનો એક પુત્ર તરીકેનો આદર મુખ્‍ય હતા. અહિં તેમણે એક આદર્શ પુત્ર નું ર્દષ્‍ટાંત સમાજ સમક્ષ રજુ કર્યુ છે. રામના જીવનમાં કોઇના પ્રત્‍યે વ્‍યકિતગત વ્દેષને કોઈ સ્‍થાન નહોતું. માતા કૈંકેયીએ તેમને ૧૪ વર્ષ વનવાસ આપ્‍યો હોવાં છતાં પણ વનમાં ગયા પહેલા કે ત્‍યારપછી રાજગાદીએ બેઠા પણ માતા પ્રત્‍યે એક આદર્શ પુત્ર વર્તન કરે તેવું જ વર્તન કરેલું. રામના મૈત્રી ભાવ પણ ઉચ્‍ચકક્ષાનો હતો. સીતાજીની શોધમાં નીકળેલા શ્રી રામનો જયારે સુગ્રીવ સાથે મિલાપ થયો. ત્‍યારે તેમણે એક આદર્શ મિત્ર તરીકે સુગ્રીવનો સાથ આપેલો અને વાલીનો નાશ કરેલો. અહિં એક મિત્ર તરીકે સૌ પ્રથમ પોતે ફરજ બજાવી અને ત્‍યારબાદ સુગ્રીવની મદદ સીતાજીની શોધ કરવા અને તેમને રાવણના હાથમાંથી પાછા લાવવા માટે લીધેલી. શ્રી રામ અને સુગીવની મૈત્રીના બંધનો જીવનપર્યત અતુટ રહેલા. છેલ્‍લે જયારે રાજા સ્‍વર્ગારોહણે કરે છે ત્‍યારે સરયૂ નદીમાં પણ સુગ્રીવ તેમની સાથે જ હોય છે. રામની અંદર કરુણાનો ભાવ પણ અનહદ હતો. રાવણના ચારિત્‍યહીન તેમજ દૂષ્‍ટતાપૂર્ણ જીવનથી કંટાળી વિભીષણ રામના પક્ષે ચાલી જાય છે, અને જયારે રામના હાથે રાવણનું મૃત્‍યુ થાય છે, ત્‍યારે તેનો અગ્નિ સંસ્‍કારકરવાનો પણ સાફ ઈન્‍કાર કરે છે, ત્‍યારે તેને સમજાવતા જણાવે છે કે જીવનમાં વેર-ઝેર કે શત્રુતા વ્‍યકિત જીવીત હોય ત્‍યાં સુધી અસ્તિત્‍વ હોય છે. વ્‍યકિતના મૃત્‍યુ સાથે તે તમામ બાબતો પૂર્ણ વિરામ લાગી જાય છે. વિભીષણ, જો તુ એક ભાઇ તરીકે રાવણનો અગ્નિ સંસ્‍કાર નહિ કરે તો એ ભાઈ તરીકેની ફરજ મારે બજાવવી પડશે. કેવો ઉત્‍કૃટ આર્દશ. હકિકતમાં રામના જીવનમાં વ્‍યકિતગત લાભાલાભ જેવું કશું હતું જ નહિ, તેનું જીવન એક જાહેરજીવન હતું અને સમાજ પ્રત્‍યેની ફરજ તેમની પહેલી ફરજ હંમેશા બની રહેલ. એટલે જ જયારે રામના સીતાજીના ત્‍યાગને વિવાદના વમળોમાં ઘસેડવામાં આવે છે. ત્‍યારે રામે પોતાના વ્‍યકિતગત હિતને બાજુએ મુકીને એક રાજાની પોતાની પ્રજા પ્રત્‍યેની ફરજ સર્વોચ્‍ચ સ્‍થાને છે તે આદર્શ રજુ કર્યો. હકિકતમાં તેમને સીતાજી પ્રત્‍યે પ્રેમ નહોતો એવું નહોતું એટલે જ જયારે રાજસુર્ય યજ્ઞ થયો ત્‍યારે સીતાજીની સોનાની મૂર્તી બનાવીને યજ્ઞ કાર્ય પૂર્ણ કર્યુ. રામે તેમના જીવનમાં બધાનો જ ત્‍યાગ કર્યો અને બધુ જ મેળવ્‍યું પરંતુ મેળવ્‍યા બાદ પણ કશાનો મોહ કે લોભ રાખ્‍યો નહિ. વાલીના મૃત્‍યુ બાદહાથમાં આવેલું કિષ્કિંધા નગરીનું રાજય સુગ્રીવને સોંપી દીધુ. લંકાનું રાજય વિભીષણને આપી દીધું. આમ, રામનવમી એટલે માત્ર રામનો જન્‍મ દિવસ જ નહિ પરંતુ એક મહાન વ્‍યકિતના આદર્શ જીવનની શરુઆત, ચાલો આપણે આ રામનવમીના દિવસે શ્રી રામને યાદ કરીએ અને તેના આદર્શ જીવનને અનુસરવાનું પ્રેરણા લઈએ.
Great line must read this...!! એક વાર એક ગરીબ છોકરો એક અમીર છોકરીનેપ્રેમ કરતો હતો. એકવાર છોકરાએ પ્રપોઝ કર્યું. છોકરી : અરે સંભાળ! તારી એક મહિનાની સેલરી જેટલો તો મારો એક દિવસનો ખર્ચો છે. શું હું તારી સાથે પ્રેમ કરું ક્યારેય? કદી નહિ! તું આવું વિચારી પણ કેવી રીતે શકે. મને ભૂલીજા અને તારા લેવલની કોઈને પકડી લે. પરંતુ છોકરાને સાચા દિલથી પ્રેમહતો એટલે તે તેણીને ભૂલીન શક્યો. દસ વર્ષ પછી. ========= એક શોપિંગમોલમાં બંને સાથે મળી ગયા. છોકરી : અરે તું? કેમ છે તને? મારા તો લગ્ન થા ગયા છે મારો પતિતો બહુ જ પૈસાદાર છે, મહિનાનો ૨ લાખનો પગારદાર છે, અનેતે સ્માર્ટ પણ તેટલો જ છે. આ શબ્દો સંભાળીને પેલા છોકરાની આંખમાં આસું આવી ગયા. થોડી ક્ષણો બાદ પેલી છોકરીનો પતિ આવ્યો, અને પેલા છોકરાને જોઈને બોલ્યો, “ અરે સર! તમે અહિયા! આ મારી પત્ની છે. પછી તે તેણીની પત્નીને કહેવા લાગ્યો, “ હું આ સરના પ્રોજેક્ટ પર જ કામ કરું છું. જે ૨૦૦ કરોડનો છે. તું સર વિષે એક વાત જાણે છે? સર એક છોકરીના પ્રેમમાં હતા. પરંતુ પેલી છોકરીએ સરને બીજા સાથે લગ્ન કરી લીધા. પણ સરની કેટલી મહાનતા કેવાય કે તેણે હજુ સુધીલગ્ન નથી કર્યા. :( પેલી છોકરીના ભાગ્ય જ ફૂટલાં હશે! નહિ તો આ જમાનામાં આવો સાચો પ્રેમ કોણકરે છે